ગેયડોન, યુકે: જેગુઆર લેન્ડ રોવરે વોરવિકશાયરમાં ગેયડોન ખાતેની પોતાની સાઇટમાં આજે એક નવી સવલત ખોલી છે, અને યુકે અત્યંત ટકાઉ અને નોન-ડોમેસ્ટિક બિલ્ડીંગ્સમાંના એકનું કિયેશન કર્યું છે અને દેશનું સૌથી મોટું ઓટોમોટીવ ક્રિયેશન અને ડેવલોપમેન્ટ સેન્ટર છે. ગેયડોન સાઇટ જેગુઆર લેન્ડ રોવરના ડેસ્ટીનેશન ઝીરો મિશનના એક ભાગની રચના કરે છે, જે સમાજને સુરક્ષિત અને તંદુરસ્ત બનાવવાની અને પર્યાવરણને વધુ ચોખ્ખુ બનાવવાની એક મહત્ત્વાકાંક્ષા છે. અથાગ સંશોધનો દ્વારા ડિલીવર કરાયેલ કંપનીનું ફોકસ હવે તેની તમામ સવલતો પર પોતાની દરેક પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ દ્વારા ઝીરો એમિશન, ઝીરો એક્સીડન્ટ્સ અને ઝીરો ગીચતા હાંસલ કરવા પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેયડોન એ 13,000 જેટલી કુશશળ એન્જિનીયર્સ અને ડિઝાઇનર્સનું ઘર છે જો પ્રવર્તમાન અને નેક્સ્ટ જનરલેશન જેગુઆર અને લેન્ડ રોવર વ્હિકલ્સનું ઉત્પાદન કરી રહ્યા છે. ઉદ્યોગ અગ્રણી આ સેન્ટર ભવિષ્યને સ્વાયત્ત, જોડાયેલ, ઇલેક્ટ્રીફાઇડ અને શેર્ડ મોબિલીટી ટેકનોલોજીસનું પણ ક્રિયેશન કરી રહ્યા છે જે જેગુઆર લેન્ડ રોવરના લાંબ ગાળાની, ટકાઉ વૃદ્ધિને સક્ષમ બનાવશે.


ચિફ એક્ઝિક્યુટીવ ઓફિસર પ્રો. સર રાલ્ફ પેઠે (Speth) ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, “શહેરીકરણ અને ટકાઉતા જેવા મોટા પ્રવાહો ઓટોમોટીવ ઉદ્યોગને મૂળભૂત રીતે બદલી રહ્યા છે. જેગુઆર લેન્ડ રોવર ખાતે અમે ફક્ત ભાગ લઇ રહ્યા છીએ તેવું નથી પરંતુ ભવિષ્યની મોબિલીટીમાં પરિવર્તન પણ લાવી રહ્યા છીએ. અમે એક એવા વિશ્વનું સ્વપ્ન જોઇએ છીએ જેમાં ઝીરો એમિશનવાળા વ્હિકલ્સ, જાહેર વાહનવ્યવહાર અને સેલ્ફ ડ્રાઇવીંગ પોડ્ઝ એક સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ અને નેટવર્ક્ડ વાહનવ્યવહાર સિસ્ટમની રચના કરશે.


ગેયડોન ખાતે અમે ભવિષ્યમં રોકાણ કર્યું છે અને અમારા લોકો માટે પર્યાવરણને ઉત્તેજન આપીએ છીએ. અમે એવી પૂર્વઆવશ્યકતાઓનું સર્જન કર્યુ છે જેથી ગેયડોન ઉચ્ચ ગુણવત્તામાં શ્રેષ્ઠ કારની નેક્સ્ટ જનરેશન માટેની ડિઝાઇન અને એન્જિનીયર કરી શકે. અમે “ડેસ્ટીનેશનઝીરો” વર્તણૂંકોમાં સતત રોકાણ કર્યું છે.


ગેયડોન – લોકો દ્વારા ટકાઉતાને ધ્યાનમાં રાખીને કરાયેલ સર્જન
એડવાન્સ્ડ પ્રોડક્ટ ક્રિયેશન સેન્ટર ડિઝાઇન, એન્જિનીયરીંગ અને પ્રોડક્શન ખરીદીને જેગુઆર લેન્ડ રોવરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક જ છત હેઠળ લાવે છે. આ સાઇટ 4 000 000m², જે મોટે ભાગે 480 ફૂટબોલની પીચ જેટલી થવા જાય છે.


નવી સવલત 50 000m² થી વધુ વધારાની વૈશ્વિક કક્ષાનું નવીન વર્કસ્પેસ ડિલીવર કરે છે, જેની ડિઝાઇન સમગ્ર વ્હિકલ વિકાસ પ્રક્રિયામાં સહયોગને ઉત્તેજન આપવા માટે કરવામાં આવી છે – જેમાં સ્કેચથી લઇને શોરૂમનો સમાવેશ થાય છે. તેમાં નવી જેગુઆરનો ડિઝાઇન સ્ટુડીયો, સૌપ્રથમ વખત જેગુઆર અને લેન્ડ રોવરના કો-લોકેટીંગનો સમાવેશ થાય છે.


ગેયડોનની નવી ઓફિસ યુકેમાં ટોચના 10 ટકા અત્યંત ટકાઉ નોન-ડોમેસ્ટિક બિલ્ડીંગોમાં ક્રમ ધરાવે છે. તેની 20 ટકા ઉર્જા છત પરના 3 000m² ફોટોવોલેટિક સોલાર પેનલ્સમાંથી આવશે અને બાકીની 100 ટકા રિન્યુએબલ સ્ત્રોતમાંથી મેળવવામાં આવશે. એડેન પ્રોજેક્ટ જેવી સમાન ગ્લેઝીંગ ટેકનોલોજીનો શક્ય હોય ત્યાં બિલ્ડીંગમાં કુદરતી પ્રકાશ લાવવા માટે ઉપયોગ કરાયો છે અને તેને વધને વધુ ઉર્જા કાર્યક્ષમ બનાવવામાં આવ્યું છે.


બહારના ભાગને અંદર લાવવા માટે કંપનીએ વિસ્તરિત સવલતમાં કુદરતી પર્યાવરણની રચના કરી છે જેથી ગેયડોન ખાતેના કર્મચારીઓના અંગત આરોગ્ય, સુખાકારી અને ઉત્પાદનને પ્રોત્સાહન આપી શકાય. સાઇટની મધ્યમાં કુદરતી લેન્ડસ્કેપ છે, જે બાંધકામ દરમિયાન ખોદી કાઢેલી 80 000m³ માટીનો પુનઃઉપયોગ કરીને ઇકોલોજિકલી વિવિધ વિસ્તારનું સર્જન કરાયું છે જે 30 ઓલમ્પિક કદના પૂલ્સ જેટલો વિસ્તાર છે.


ડેસ્ટીનેશન ઝીરોની મુસાફરીનો થયો પ્રારંભ
જેગુઆર લેન્ડ રોવરે પહેલેથી જ ડેસ્ટીનેશન ઝીરો મિશન લઇને નોંધપાત્ર પગલાં લીધા છે. આજની ઘટના દરમિયાન તે અદ્યતન વ્હિકલ્સ અને સંશોધન ટેકનલોજી બતાવી છે જે મિશનને ડિલીવર કરશે. 3D પ્રિન્ટેડ એર્ગોનોમિક ગ્લોવ્ઝ અને સેન્સરી સ્ટિયરીંગ વ્હીલ્સના વિકાસથી અપસાયક્લીંગ ડોમેસ્ટિક વેસ્ટ અમારા વ્હિકલ્સ માટે ઉચ્ચ ગુણવત્તાવાળી સામગ્રીનું સર્જન કરશે, જેગુઆર લેન્ડ રોવર સમાજને સુરક્ષિત, તંદુરસ્ત અને પર્યાવરણને વધુ ચોખ્ખુ બનાવવા માટે પોતાના ડેસ્ટીનેશન ઝીરો મિશનને ડિલીવર કરી રહી છે. 


ઇલેક્ર્ટિફાઇડ અને શેર્ડ ભવિષ્યમાં રોકાણ કરતા જેગુઆર લેન્ડ રોવરે પહેલેથી જ સફળતાપૂર્વક જટીલ શહેરના આંતરિક માર્ગો પર સેલ્ફ ડ્રાઇવીંગનું પરીક્ષણ કર્યું છે. તે શિક્ષણવિંદો અને અગ્રણી ટેકનોલોજી કંપનીઓ સાથે મળીને કામ કરી રહી છે જેથી તેના ભવિષ્યના વ્હિકલ્સ અને સર્વિસીઝમાં અથાગ સંશોધનો પૂરા પાડી શકાય. ઉદાહરણ તરીકે મુનિકમાં દરેક ઇલેક્ટ્રિક જેગુઆર આઇ-પેસ ટેક્સીસના કાફલાનું સતત ચાલવું ડેસ્ટીનેશન ઝીરો વ્હિકલ્સની નેક્સ્ટ જનરેશનમાં સમાવવા માટે આત્મદ્રષ્ટિ કેળવવાની અને શિક્ષણ આપે છે.


જેગુઆર લેન્ડ રોવર પોતાના ગ્રાહકોને 2020થી દરેક નવી જેગુઆર અને લેન્ડ રોવરના મોડેલ્સમાં ઇલેક્ટ્રિફાઇડ વિકલ્પ પૂરો પાડવાની પ્રતિબદ્ધતાના માર્ગે છે. આજનું ગેયડોન ખાતેનું ઉદઘાટન કંપનીની કેસલ બ્રોમવિચ સવલતને યુકેની સૌપ્રથમ પ્રિમીયમ ઇલેક્ટ્રિફિડ પ્લાન્ટમાં પ્રસ્થાપિત કરવાની યોજનાનું સમર્થન છે, જ્યાં અનેક પ્રકારના ઇલેક્ટ્રિફાઇડ વ્હિકલ્સનું ઉત્પાદન કરવામાં આવશે, જેમાં નેક્સ્ટ જનરેશન જેગુઆર XJથી પ્રારંભ કરવામાં આવશે.


નવી લેન્ડ રોવર ડીફેન્ડરની ડિઝાઇન અને એન્જિનીયરીંગ ગેયડોન ખાતે કરવામાં આવ્યું હતું. ડિજીટલજનરેશન માટે પુનઃકલ્પિત આઇકોન ડીફેન્ડર અદ્યતન ક્લિન ઇન્જેનિયમ એન્જિનનો ઉપયોગ કરે છે જે વોલ્વરહેમ્પ્ટોન ખાતે બનાવવામાં આવી હતી જે કંપનીના બિર્ટીશ મૂળ તેમજ તેની ઉત્પાદન વ્યૂહરચનામાં વૈવિધ્યકૃત્ત પ્રકારને ઉજાગર કરે છે. તેમાં લોન્ચ સમયે MHEVનો સમાવેશ કરશે અને આગામી વર્ષે PHEVનો અમલ કરવામાં આવશે.